Skip to main content

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3


  • પંચાયતી રાજ અંગેની સમિતિઓ

1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)

 હેતુ:
      ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ.


ભલામણ:
  • પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે.
  • પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે.
  • ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો.
  • ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો.

2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)

    હેતુ:

             પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસાઈ) દ્રારા આ સમિતિ 12-12-1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિતિએ પોતાનો અહેવાલ 21-8-1978 ના રોજ સુપ્રત કર્યો પરંતુ મોરારજી દેસાઈની સરકાર ગબડી પડતાં આ સમિતિની ભલામણનો સ્વીકાર ન થઈ શક્યો.


ભલામણો: 
  • પંચાયતી રાજને મજબૂતાઈ આપવી જોઇયે.
  • પંચાયતી રાજનું દ્વિ-સ્તરીય માળખું હોવું જોયે.(ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત)
  • પંચાયતી રાજને બંધારણીય દરરજો મળવો જોઇએ.
  • ન્યાય પંચાયતનું નવ નિર્માણ કરવું જોઇયે.
  • સામાજિક ઓડિટની વ્યવસ્થા હોવી જોઇયે.

3. રસિકલાલ પરીખ સમિતિ(ઇ.સ. 1960)(ગુજરાત સરકાર)

હેતુ:
         ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કરવા માટે તત્કાલીન ગૃહમંત્રી રસિકલાલ પરીખનાં અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1960 માં 15 સભ્યોની એક સમિતિ બનાવવમાં આવી. જેને પોતાને અહેવાલ 21-12-1960 ના રોજ સુપ્રત કર્યો.
      આ સમિતિની ભલામણના આધારે "ગુજરાત પંચાયત અધિનિયમ- 1961" બનાવવામાં આવ્યો પરંતુ 1962 ના ભારત-ચીન યુદ્ધના કારણે આ કાયદાનો અમલ "1 એપ્રિલ 1963" થી થયો અને ગુજરાત  પંચાયતી રાજનો અમલ કરનારું ભારતનું "આઠમું" રાજય બન્યુ.
- રસિકલાલ પરીખની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપન થઈ.(1-4-1963)


4. ઝીણાભાઈ દરજી સમિતિ(ઇ.સ.1972)(ગુજરાત સરકાર)

ભલામણો: 
  • સરપંચની સીધી ચૂંટણી
  • મહિલાઓ માટે ઓછામાં ઓછી બે બેઠકો અનામત
  • SC અને ST માટે એક બેઠક અનામત.
  • ત્રણેય સ્તરો પર સામાજિક ન્યાય સમિતિ ફરજીયાત.
  • ગ્રામસભા પર વધું ભાર મુકવો.
  • બેવડા સભ્યપદ પર નિયંત્રણ.
  • ગ્રામ પંચાયત સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે થવી જોઇએ.

5. રીખવદાસ શાહ સમિતિ (1978)(ગુજરાત સરકાર)

           મહેસાણા જીલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ રીખવદાસ શાહની અધ્યક્ષતામાં ઇ.સ.1978 માં આ સમિતિ બનાવવામાં આવી હતી. તા.23-5-1978 ના રોજ અહેવાલ આ સમિતિ એ સુપ્રત કર્યો.


ભલામણો
  • પંચાયતોની ચૂંટણી બિનહરીફ થવી જોઇયે.(ખાસ કરીને ગ્રામ પંચાયત)
  • પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળવો જોઈએ.
  • ગામડાઓના દબાણો દુર કરવાની સતા પંચાયતોને મળવી જોઈએ.

6. G V K સમિતિ(કાર્ડ સમિતિ)(ઇ.સ.1985)

               ઇ.સ.1985 માં આયોજન પંચના પુર્વ સદસ્ય ડો. જી.વી.કે. રાવની અધ્યક્ષતામાં આ સમિતિ બનાવવામાં આવી જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિકાસ અને ગરીબી નિર્મૂલનનો હતો.

ભલામણો:
  • પંચાયતી રાજ ચાર સ્તરીય હોવું જોઈએ.
  • જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને હૈદરાબાદ ખાતે આવેલ ગ્રામીણ વિકાસ સંસ્થાનમા તાલીમ મળવી જોઇયે.
  • જિલ્લા વિકાસના કાર્યો કરવા માટે જિલ્લા વિકાસ કમિશનરનું પદ ઉભુ કરવામાં આવે(જે આજે જીલ્લા વિકાસ અધિકારી)

7. એલ.એમ.સંઘવી સમિતિ(લક્ષ્મીમલ સંઘવી)(1986) 

હેતુ:
         પંચાયતી રાજને બંધારણીય દરજ્જો અપાવવા માટે 16 જૂન 1986 નાં રોજ રાજીવ ગાંધી સરકાર દ્રારા આ સમિતિ બનાવવામા આવી. જેનો મુખ્ય હેતુ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો હતો.


ભલામણો
  • નાણાં પંચના નાંણા પંચાયતને મળવા જોઈએ.
  • પંચાયતમાં પક્ષીય રાજનીતિ ન હોવી જોઈએ.
  • દરેક રાજ્યમાં રાજય સ્થાનિક સ્વશાસન સંસ્થા અને કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રીય સ્થાનિક સ્વશાસન સંસ્થા બનાવવામાં આવે.
  • પંચાયતી રાજના વિવાદને ઉકેલવા ટ્રીબ્યૂનલ બનાવવામાં આવે.

8. પી.કે. યુગન સમિતિ(ઇ.સ.1888)

     એલ.એમ.સંઘવી સમિતિની પેટા સમિતિ હતી.

ભલામણો
  • પંચાયતી રાજની સંસ્થાઓ કાર્યકાળ 5 વર્ષ કરવામાં આવે.
  • જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયતના અધિકારી બનાવવામાં આવે.
  • જીલ્લા પંચાયત વિકાસના કાર્યો માટે મહત્વની ભૂમિકા ભજવવા પર ભાર મુકવામાં આવે.



       આવતી પોસ્ટમાં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કઈ રીતે મળ્યો અને કઈ કઈ જેગવાય કરવામાં આવી તેની ચર્ચા કરશુ.
સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જરૂર ફોલો કરશો.
Pandavrarahul.blogspot.com
(RAHUL PANDAVADARA)

Comments

Popular posts from this blog

પાણીનું શુદ્ધિકરણ અને બચત

પાણીનું શુદ્ધિકરણ અને પાણીની બચતનો શ્રેષ્ટ સમન્વય પાણી, કુદરતે માનવજાતને આપેલ અમુલ્ય ભેટ છે. શુભિષિતકારોએ જગતમા ત્રણ રત્નો  કહ્યા છે પ્રથમ પાણી, બીજુ અન્ન અને ત્રીજું શુભાષિત છે. પાણી વગર માનવિનુ જીવન,પ્રાણી જીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. આજનાં યુગમાં વિશ્વના વૈજ્ઞાનિકોને સૌથી મોટો પ્રશ્નો પાણીની અછતનો છે અને વૈજ્ઞાનિકો આ માટે સમગ્ર વિશ્વ ને વારંવાર ચેતવે છે.    તે સાથે જ બીજો પ્રશ્ન છે પીવાના પાણીની ક્વોલિટીનો. આજે બધીજ જગ્યાએ નદી, સરોવર કે તળાવનું પાણી પીવા માટે પહોંચાડી શકાતું નથી. તેથી લોકોએ બોરવેલનાં પાણી નો આશરો લેવો પડે છે. બોરવેલના પાણીનાં તળ ખૂબ જ ઊંડા છે, જેનાથી તેમાં હવે મેટલ્સ જેવી અનેક અશુદ્ધિઓ પાણીમા ભળે છે.બીજીબાજુ પાણી નાં ઔદ્યોગિક નિકાલને કારણે પાણી વધું કેમિકલયુક્ત અને દૂષિત થયું છે. પાણીમા જૈવિક અશુદ્ધિઓ ભળે છે. તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે. 70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર જેસલ તોરલની સમાધિ આવેલી છે. છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.   ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સ