Skip to main content

પંચાયતી રાજ- આઝાદી પહેલા

પંચાયતી રાજ

1.ભારતમાં પંચાયતી રાજના મૂળ ખૂબ જ ઊંડા છે. ભગવાન મનુ દ્રારા લખાયેલ "મનુસ્મૃતિ" માં  પંચાયતી રાજ નો ઉલ્લેખ છે.

2. મહાભારતના 18 પર્વોમાના એક પર્વ એવા "સભાપર્વ" નાં 83 માં શ્લોકમાં મજબૂત ગ્રામીણ વ્યવસ્થા નો ઉલ્લેખ છે.

3. ચાણક્યનાં પુસ્તક "અર્થશાસ્ત્ર" કે જે રાજનીતિ વિષય પર આધારિત છે. તેમાં પણ ગામ ને ગ્રામ, ગ્રામના વડાને ગ્રામીણ(સરપંચ), ગામડાઓના સમૂહને જનપદ(તાલુકો) અને જનપદના સમુહને ગણરાજય તરીકે ઉલ્લેખવામાં આવ્યાં છે.

4. ગ્રીક મુસાફિર મેગસ્થનીઝ એ પોતાના પુસ્તક "ઈંડિકા" માં ભારતની પંચાયતી રાજની વ્યવસ્થાને "પેન્ટાકૅ" ના નામે ઓળખાવી છે.

5. ચીની મુસાફિર યું.એન.સાંગે પોતાના પુસ્તક "સીયુકી" અને ફાહીયાને પોતાના પુસ્તક "ફો ફો ક્યુ" માં પંચાયતી રાજની વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલ છે.

6. શિવાજીની "અષ્ટપ્રધાન મંડળ" વ્યવસ્થામાં પણ પંચાયતી રાજનું વ્યવસ્થાપન હતું.

7. મોગલ સમયમાં બાબરથી લઇ શાહજહાં સુધી પંચાયતી રાજને ફોજદારી અને દીવાની રીતે સ્વાયત્તતા આપવામાં આવી હતી પરંતુ ઔરંગઝેબના સમયથી ગામડાઓની અંદર પંચાયતી રાજ વ્યવસ્થા નબળી પડી.

બ્રિટિશ યુગ દરમિયાન પંચાયતી રાજ :

- ઇ.સ.1688 માં અંગ્રેજોએ ઇંગ્લેન્ડની સતા ઉપર મદ્રાસ ખાતે સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપન કરવામાં આવી અને સીધા કરવેરા નાખવામાં આવ્યાં, પરંતુ સ્થાનિક વિરોધ થવાના કારણે તે વ્યવસ્થા મુલતવી રાખવામાં આવી.

- ત્યારબાદ ઇ.સ.1726 માં મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી જે અને પણ યથાવત છે.

સરકારી નોકરી ની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે રોજ ઉપયોગી માહીતી મેળવવા માટે ફોલો કરો.

આઝાદી પછી પંચાયતી રાજની માહીતી મેળવવા  મારી બીજી બ્લોગ જરૂર વાંચજો.

Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસાઈ) દ્રારા આ સમિતિ 12-12-1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિ

પાણીનું શુદ્ધિકરણ અને બચત

પાણીનું શુદ્ધિકરણ અને પાણીની બચતનો શ્રેષ્ટ સમન્વય પાણી, કુદરતે માનવજાતને આપેલ અમુલ્ય ભેટ છે. શુભિષિતકારોએ જગતમા ત્રણ રત્નો  કહ્યા છે પ્રથમ પાણી, બીજુ અન્ન અને ત્રીજું શુભાષિત છે. પાણી વગર માનવિનુ જીવન,પ્રાણી જીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. આજનાં યુગમાં વિશ્વના વૈજ્ઞાનિકોને સૌથી મોટો પ્રશ્નો પાણીની અછતનો છે અને વૈજ્ઞાનિકો આ માટે સમગ્ર વિશ્વ ને વારંવાર ચેતવે છે.    તે સાથે જ બીજો પ્રશ્ન છે પીવાના પાણીની ક્વોલિટીનો. આજે બધીજ જગ્યાએ નદી, સરોવર કે તળાવનું પાણી પીવા માટે પહોંચાડી શકાતું નથી. તેથી લોકોએ બોરવેલનાં પાણી નો આશરો લેવો પડે છે. બોરવેલના પાણીનાં તળ ખૂબ જ ઊંડા છે, જેનાથી તેમાં હવે મેટલ્સ જેવી અનેક અશુદ્ધિઓ પાણીમા ભળે છે.બીજીબાજુ પાણી નાં ઔદ્યોગિક નિકાલને કારણે પાણી વધું કેમિકલયુક્ત અને દૂષિત થયું છે. પાણીમા જૈવિક અશુદ્ધિઓ ભળે છે. તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે. 70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર જેસલ તોરલની સમાધિ આવેલી છે. છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.   ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સ