Skip to main content

જૂનાગઢ જિલ્લો

જૂનાગઢ જિલ્લો



તાલુકાઓ

1. જૂનાગઢ    2. જૂનાગઢ સીટી    3. ભેંસાણ   4. કેશોદ   5. માળીયા હાટીના   6. માણાવદર               7. માંગરોળ     8. મેંદરડા     9. વંથલી    10. વિસાવદર

1. જૂનાગઢ
  • જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. જૂનાગઢનું પ્રાચિન નામ રૈવત, કરણકુંજ, ગિરીનગર, જીર્ણ દુર્ગ, અને ચંદ્રકેતપુર હતું.
  • જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સ્કંદગુપ્તનો શિલાલેખ આવેલ છે.
  • અશોકના શિલાલેખની શોધ કનૅલ ટોડ દ્રારા કરવામાં આવી હતી.
  • અહિ ચંદ્રગુપ્ત મોર્ય નાં સૂબા પુષ્યગુપ્તએ સુદર્શન તળાવ બંધાવ્યું.
  • નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. અહી નરસિંહ મહેતાનો ચોરો આવેલ છે.
  • હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી સંસ્થા " રૂપાયતન" અહી આવેલ છે. ઉપરાંત અડીકડી વાવ, ઉપરકોટનો કિલ્લો, સક્કરબાગ, નવઘણ કૂવો આવેલ છે.
2. ભવનાથ


  • ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથ મંદીર આવેલ છે. તથા અહી મહાશિવરાત્રિનાં દિવસે ભવનાથનો મેળો ભરાય છે.         
 


3. ગિરનાર
 
  • ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારનું પ્રાચિન નામ રૈવતક હતું. અહી દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલ છે.
  • અહી નેમિનાથજી નું જૈન દેરાસર અને વસ્તુપાળ અને તેજપાળએ બંધાવેલ અન્ય દેરાસરો આવેલ છે.
  • ગિરનાર પર દત્તાત્રેય ભગવાનનું મંદીર અને જમીયલશાહ દાતારની દરગાહ આવેલ છે.
4. ચોરવાડ
  • અહી જૂનાગઢનાં નવાબનો મહેલ તથા સુંદર દરિયાકિનારો આવેલ હોવાથી પર્યટન સ્થળ છે.
  • સ્વ. ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ તથા મ્યુઝીયમ આવેલ છે.
5. સતાધાર
  • સંત શ્રી આપાગીગાની સમાધિ અહી આવેલ છે.
6. મેળો
  • ભવનાથનો મેળો, મહાશિવરાત્રીનાં દિવસે, ગિરનાર પર
  • ઝુંડનો મેળો, ચોરવાડ
  • નૃત્ય- ટિપ્પણી
7. યુનિવર્સિટીઓ
  • જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ(2004)
  • ભારત સરસ્વતી મંદીર સંસદ ગ્રામ વિદ્યાપીઠ , શારદાગ્રામ
8.કુંડ/તળાવ
  • દામોદર કુંડ, મૃગીકુંડ, કમંડલકુંડ, રેવતીકુંડ.
9. કુવા/ વાવ
  • ઉપરકોટની વાવ(ગિરનાર), જૂનાગઢ
  • અડીકડી વાવ, જૂનાગઢ
  • નવઘણ કૂવો ,જૂનાગઢ
યાદ રાખો
- ગુજરાતમાં સૌથી વધું કુવા જૂનાગઢમાં આવેલ છે.
- જૂનાગઢ ને " વાડીઓનો જિલ્લો" કહેવામાં આવે છે.


આવતી પોસ્ટમાં રાજકોટ જિલ્લા વિશે જોઈશું.
ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com

Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસા...

પંચાયતી રાજ - લોર્ડ રીપન(1880-1884)

પંચાયતી રાજ - ભાગ 2 1. લોર્ડ રીપને પ્રાથમિક શિક્ષણનાં સુધારા માટે "હન્ટર કમિશન" નીમ્યુ. 2. અંગ્રેજો વિરૂદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં જ લખી શકાશે આવો "લિટન" દ્વારા લાવવામાં આવેલ અન્યાયી કાયદો " વર્નાકયૂલર પ્રેસ એક્ટ" રદ કર્યો. 3.યુરોપિયનનો ન્યાય ભારતમાં માત્ર યુરોપિયન જ કરી સકે તેવી જોગવા ઇ દુર કરવા માટે "ઇલ્બટૅ બિલ" લાવવામાં આવ્યુ. 4. ઇ.સ. 1882 માં ભારતના ગામડાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના માટે તેણે ઠરાવ કર્યો જેના આધારે ઇ.સ.1884 માં મુંબઇ પ્રાંતમાં "બોમ્બે લોકલ બોર્ડ એક્ટ" પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ભારતના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઈ. 5. ઇ.સ. 1881 મા રીપન દ્રારા સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. રીપન નાં આ પગલાઓનાં કારણે તને " સ્થાનિક સવરજયનો પિતા" કહેવામાં આવે છે. 6. ઇ.સ.1889 માં " બોમ્બે સેનીટેશન એક્ટ" લાવવામાં આવ્યો જેનાં આધારે ભારતના ગામડાઓની અંદર સેનેટરી સમિતિઓ બનાવમાં આવી અને સેનીટેશન સુવિધાઓ ઊભી થઈ. 7. ઇ.સ.1907 મા ઇંગ્...

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર ...