જૂનાગઢ જિલ્લો તાલુકાઓ 1. જૂનાગઢ 2. જૂનાગઢ સીટી 3. ભેંસાણ 4. કેશોદ 5. માળીયા હાટીના 6. માણાવદર 7. માંગરોળ 8. મેંદરડા 9. વંથલી 10. વિસાવદર 1. જૂનાગઢ જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. જૂનાગઢનું પ્રાચિન નામ રૈવત, કરણકુંજ, ગિરીનગર, જીર્ણ દુર્ગ, અને ચંદ્રકેતપુર હતું. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સ્કંદગુપ્તનો શિલાલેખ આવેલ છે. અશોકના શિલાલેખની શોધ કનૅલ ટોડ દ્રારા કરવામાં આવી હતી. અહિ ચંદ્રગુપ્ત મોર્ય નાં સૂબા પુષ્યગુપ્તએ સુદર્શન તળાવ બંધાવ્યું. નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. અહી નરસિંહ મહેતાનો ચોરો આવેલ છે. હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી સંસ્થા " રૂપાયતન" અહી આવેલ છે. ઉપરાંત અડીકડી વાવ, ઉપરકોટનો કિલ્લો, સક્કરબાગ, નવઘણ કૂવો આવેલ છે. 2. ભવનાથ ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથ મંદીર આવેલ છે. તથા અહી મહાશિવરાત્રિનાં દિવસે ભવનાથનો મેળો ભ...